નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે નિમિત્તે પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઇનર ટાઇલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ થી જાણીતી નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડે દ્વારા પણ પર્યાવરણ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કંપનીના ડાયરેક્ટર અને સ્ટાફે પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.