મોરબી: મોરબી થોડા દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માત્ર બે દિવસમાં નવા બનવાયેલા રોડ પર પાલિકાની ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટી જવાથી વાહન ચાલકો ફસાયા હતા જો કે કોઈને જાનહાની થઇ ના હતી પરંતુ માત્ર બે દિવસમાં ગટરો ના ઢાંકણા તૂટી જવાથી ભ્રસ્ટાચાર થયું હોવાની શંકા જતા ચક્રવાત ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ દોડતા થયા અને આજરોજ નવા બસ સ્ટેન્ડે જઈને ખુલી ગટરોને ઢાંકણા નવા મુક્યા હતા જેથી કરીને કોઈ વાહન ચાલક ને ઇજા ન થાઈ ભવિષ્ય્માં પણ ક્યાંય પણ ભ્રસ્ટાચાર અથવા તંત્રની બેદરકારી નજરે પડશે ત્યારે ચક્રવાત ન્યૂઝ હંમેશા પ્રજાના હિતમાં નીડરતા થી સમાચાર પ્રસિદ્ધ કરશે.
