મોરબી: ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ( જેડા) અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના ઉપક્રમે “મિશન લાઈફ” અંતર્ગત તારીખ:- ૫ મી જુન એટલે કે આજરોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે શ્રીમતી. એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેર ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં શ્રીમતી. એલ.કે. સંઘવી કન્યા વિધાલય વાંકાનેર શાળાની વિદ્યાર્થીની બહેનોને ઈકો બ્રિક્સ અને ચકલી ના માળા બનાવવાનું દીપેનભાઈ ભટ્ટ દ્વારા શીખવાડવામાં આવ્યું શાળાની વિદ્યાર્થીઓ દ્વારા એન્વાયરમેન્ટ જાગૃતિ માટેની રેલી ૨૨૦ વિદ્યાથીની ઓ દ્વારા યોજવામાં આવી હતી. શાળા ના ઇકો ક્લબ ના ટીચર સોનલબેન ઠુમર દ્વારા ગ્રીન એન્વાયરમેન્ટ માટે ના સંકલ્પ લેવડાવવા માં આવ્યો. શાળા માં વૃક્ષારોપણ અને વેસ્ટ વસ્તુઓ માંથી નાનાં કુંડા બનાવી રોપા પણ ઉગાડવા માં આવ્યા હતા. અને “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી નાં સંચાલક દિપેનભાઈ ભટ્ટનું આ કુંડા વડે સ્વાગત કરવા માં આવ્યું હતુ અને શાળા ના આચાર્ય દર્શનાબેન જાની એ શાળા માં આ અવરનેસ કાર્યક્રમ ગોઠવવા બદલ દીપેનભાઈ ભટ્ટ અને “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી નો આભાર વ્યક્ત કર્યો અને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી.
