Wednesday, May 14, 2025

મોરબીઃ બરવાળા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કૂલના મેદાનમાં વૃક્ષોનું વાવેતર કર્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: “હરિયાળું મોરબી” ઝુંબેશ અંતર્ગત આજે સવારે ૧૦ વાગ્યે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કૂલના મેદાનમાં સાગ, મહુડો, ચંપો, સીતા અશોક, બહેડા, અર્જુન સાદડ, અરીઠા, કદંબ, કાંચનાર, ખાખરો, નગોડ, પારિજાત, રાયણ, કૈલાસપતિ, સિંદૂરી, પેલ્ટ્રો, ગુલમહોર, કરંજ, કણજી, લીમડો, રેઇન ટ્રી, ઊમરો, કાશીદ, બદામ, રાવના, જાંબુડા, મીઠો લીમડો, લીંબુ, સીતાફળ, દાડમ, જામફળ, આમલી મળીને કુલ ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું.

આ પ્રસંગે બરવાળા હાઇસ્કુલના ટ્રસ્ટી જયંતિભાઈ જેરાજભાઇ પટેલ, આચાર્ય ઝાલરિયા, તમામ સ્ટાફગણ, આયોજક લાયન્સ ક્લબ મોરબી સીટીના હોદ્દેદારો રમેશભાઈ રૂપાલા, કેશુભાઈ દેત્રોજા, ફૂલતરિયાભાઇ, પરસોતમભાઇ વગેરે તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમ જ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો પ્રાણજીવન કાલરિયા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, ડૉ. મધુસુદન પાઠક, શિવલાલ ડાંગર, રાજભાઇ પરમાર, દાજીભાઇ, કિરતસિંહ ઝાલા, ખોડાલાલ સદાતિયા, હસમુખભાઈ વગેરે હાજર રહેલા.દરેક વૃક્ષની માવજત અને ઉછેર માટે સરસ્વતી ભગવતી વિદ્યાલયના સ્ટાફગણની દેખરેખ હેઠળ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની ટીમ બનાવી જે તે વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર