માળીયાના મોટી બરાર થી જશાપર જવાના રસ્તે જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામથી જશાપર ગામ તરફ જવાના રસ્તે સ્મશાન પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામથી જશાપર ગામ તરફ જવાના રસ્તે સ્મશાન પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી રમેશભાઈ મગનભાઈ સરડવા રહે.સરવડ ગામ તા.માળીયા મીં., કાળુભાઈ વાઘાભાઈ હુંબલ , ધિરૂભાઈ વિરાભાઈ કાનગડ, જયેશભાઈ રાણાભાઈ કાનગડ રહે. ત્રણે જશાપર ગામ તા.માળીયા મીં. તથા કરશનભાઈ જલાભાઈ ભુંડીયા રહે.પીપળીયા ગામ તા.-જી-મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૫૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૪ કિં રૂ.૧૫૫૫૦ મળી કુલ કિં રૂ.૩૧૨૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.