ટંકારામાં ગાળો બોલવાની ના પાડતાં બબાલ: બે યુવક ઈજાગ્રસ્ત
ટંકારા: ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતાં મારામારી થઈ હતી જેમાં સોડા બોટલ વડે મારામારીમાં બે યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે રાત્રિના દશ વાગ્યાના અરસામાં જય પાન પાસે સોડાની બોટલ વડે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુનિલ નાગજીભાઈ સિંધવ ઉ.વ.૨૩ તથા ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જગદીશભાઇ દેવજીભાઈ કાસુન્દ્રા ઉ.વ.૩૫. બંને યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સુનિલ નાગજીભાઈ સિંધવ જય પાનમાં નોકરી કરે છે અને ત્યાં દરરોજ રાત્રે આવારા તત્વોને ભેગા કેરી બેસાડે છે અને ઝઘડાઓ કરતા હોય છે તેમજ લોકો પર રૌફ જમાવી લોકોમાં ભયપેદા કરે છે. ત્યારે જબલપુર ગામના રહેવાસી જગદીશભાઇ તેમની દુકાન પર ગુલફી લેવા માટે ગયા ત્યારે તેમની સાથે સુનિલ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગાળા ગાળી કરી હતી જ્યારે જગદીશભાઇ દ્વારા ગાળો બોલવાની ના પાડતાં સુનિલ દ્વારા સોડાની બોટલ વડે મારમારી કરી હતી જેમાં બે યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રોના હવાલેથી જાણવા મળેલ છે.