મોરબી: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત મોરબી શહેરની હદમાં રહેતા દશનામ ગોસ્વામી સમાજ ના કે.જી થી કોલેજ માસ્ટર ડીગ્રી સુધી (વર્ષ 2022-2023) ના વિધાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧ થી ૩ નંબર ના વિજેતા વિધાર્થીઓને શિલ્ડને બાકી બધા વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે આ સરસ્વતી સમારોહ માં ભાગ લેવા માટે પાસ થયેલ વિધાર્થીઓ એ માર્કશીટ ને આધારકાર્ડ ની ઝેરોક્ષ મોબાઈલ નંબર સાથે તા ૩૦-૦૬-૨૦૨૩ સુધી માં મંડળ ના કારોબારી સભ્યો અથવા શિવ ડીઝીટલ તેજશગીરી ગોસ્વામી ઘનશ્યામ ચેમ્બર દરિયાલાલ ઇલેક્ટ્રોનિક પાસે જુના મહાજન ચોક મો ૯૮૭૯૫ ૯૦૧૪૬,તેમજ ગોસ્વામી બુક સ્ટોલ અલ્પેશભાઈ સુરેશભાઈ ગોસ્વામી સરદારબાગ પેટ્રોલ પંપ સામે શનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા યાદી માં જણાવાયું છે.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...