ટંકારા: જબલપુર પ્રાથમિક શાળાના 33 વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રેસ પરીક્ષામાં ઉત્તીર્ણ
ટંકારા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં ૫ અને ૬ ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં ટંકારા તાલુકાના જબલપુર ગામની પ્રાથમિક શાળાના કુલ ૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં ૫ અને ૬ ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જબલપુર પ્રાથમિક શાળાના ધોરણ ૫ માંના ૧૬ વિદ્યાર્થીઓ અને ધોરણ-૬ના ૧૭ વિદ્યાર્થીઓ મળી કુલ-૩૩ બાળકો કોમન એન્ટ્રેસ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ તેમાં ફેફર નમ્ર પ્રવીણભાઈએ સમગ્ર ગુજરાતમાં ૩૬મો રેન્ક મેળવી ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં મોરબીનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા છે.