મોરબી: મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહ – ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ , વિકાસ વિધાલય – મોરબી ખાતે ૧૨ જૂનના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા ‘વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ખાતે થી District Legal Service Authority- Morbi ( DLSA) સેક્રેટરી બિ.એસ ગઢવી દ્વારા ઉપસ્થિત રહી બાળકોને બાળ મજુરી, શિક્ષણનું મહત્વ તથા કાયદાકીય મદદ અંગે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિકાસ વિદ્યાલય મોરબી ખાતે બાળકોને મળતી તમામ સુવિધાનું નિરિક્ષણ કર્યું હતું. બાળકો વધુ ને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધવા શુભેચ્છા પાઠવેલ હતી. તથા આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વિકાસ વિદ્યાલય મોરબીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવાકે રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ,ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ...
જો તમને આરટીઓ ચલણ બાબતે APK ફાઈલોનો મેસજ આવે તો ખોલતા પહેલાં ચેતી જજો તમારૂં ખાતુ થઈ શકે ખાલી આવો જ કિસ્સો મોરબીમા પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા યુવકના ફોનમાં આરટીઓ ચલણ APK ફાઈલનો મેસેજ આવતા ઓપન કરતા વેપારીના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર...
મોરબી: ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ભરપૂર એવા ‘શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર શ્રી રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુ બાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા)ના શ્રીમુખે સંભળાવવામાં આવશે. આ શિવ કથા તા.4 જાન્યુઆરીને રવિવારથી 12 જાન્યુઆરી સોમવાર સુધી યોજાશે....