હળવદના ઢવાણા ગામે જુનું મનદુઃખ રાખી મહિલા પર બે શખ્સોનો હુમલો
હળવદ: હળવદ તાલુકાના ઢવાણા ગામે જમીન ખેડાણ કરવા બાબતનું જુનું મનદુઃખ રાખી મહિલને બે શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તથા મહિલાના પતીને શરીરે મુંઢ ઈજાઓ કરી મનફાવે તેમ ગાળો આપી હોવાની ભોગ બનનાર મહિલાએ આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા ગીતાબેન વિનોદભાઈ સાકરીયા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી જગદીશભાઇ ઉર્ફે જગો લાભુભાઈ સાકરીયા તથા ગુડાભાઈ પ્રવિણભાઈ સાકરીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૬-૨૦૨૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં આરોપીઓએ જમીન ખેડાણ કરવા બાબતે બોલાચાલી થયેલ જે બાબતનુ જુનુ મનદુખ રાખી આરોપી જગદીશભાઇએ ફરીયાદીને લાકડાના ધોકાવતી માથાના ભાગે ટાકા આવે તે રીતે માર મારી તથા જાન થી મારી નાખવાની ધમકી આપી તથા ગાળો આપી તથા ફરીયાદીના પતિને આરોપી જગદીશભાઇ તથા ગુડાભાઈએ જપાજપી કરી શરીરે મુંઢ ઇજાઓ કરી તથા જેમ ફાવે તેમ ગાળો આપી હોવાની ભોગ બનનાર ગીતાબેને આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.