Sunday, May 18, 2025

હળવદના ભલગામડા ગામે પારકી જમીન પચાવી પાડવાનાર 7 સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ભલગામડા ગામે સર્વે નં -૨૨૯ ની જમીન પર બળજબરી પૂર્વક કબજો કરી જમીન પચાવી પાડવાનાર બે મહિલા સહિત સાત શખ્સો વિરુદ્ધ ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકમાં લેન્‍ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ પર આવેલ આનંદ પાર્કમાં રહેતા જયેશભાઇ વાસુદેવભાઇ કારોડીયા (ઉ.વ.૩૩) એ આરોપી બાજુબેન માવુભાઇ રજપુત, ઘનશ્યામભાઇ માવુભાઇ રજપુત, વીરમભાઇ માવુભાઇ રજપુત, ગગજીભાઇ માવુભાઇ રજપુત, નારસંગભાઇ માવુભાઇ રજપુત, રાજુભાઇ માવુભાઇ રજપુત, કસુબેન માવુભાઇ રજપુત રહે. બધા ભલગામડા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. સન ૨૦૧૧ થી આજદીન સુધી આરોપીએ ફરીયાદીની માતાના નામે આવેલ માલીકીની ભલગામડા ગામની સીમ સર્વે નં.૨૨૯ ખાતા નં.૨૭૬ ની જમીન હેક્ટર-૧-૧૪-૩૨ વાળીમા સંપુર્ણ પણે બળજબરી પુર્વક ઇરાદા પુર્વક ગેરકાયદેર રીતે કબજો કરી જમીન પચાવી પાડી આર્થિક ઉપજ મેળવી ફરીયાદી એ જમીન પરત આપવાનુ કહેવા જતા આરોપીઓએ બોલાચાલી કરી ઝગડો કરી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી જમીનનો આજદીન સુધી ગેરકાયદેર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ભોગ બનનાર જયેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. ક.૫૦૬, ૧૧૪ તથા ગુજરાત જમિન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદો ૨૦૨૦ ની ક.૩,૪(૧),૪(૩),૫(સી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર