મોરબીના નીતીનનગર રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂની 8 બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી સકત શનાળા નીતીનનગર રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા નીતીનગર રોડ પરથી આરોપી ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે. મોરબી સકત શનાળા નીતીનનગર વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટા વાળી ફોર કાર નં – GJ-01-KP-1338 વાળી જેની કિંમત રૂ.૫૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કુલ કિં રૂ.૧૧૧૫૦ તથા મોબાઇલ નંગ -૨ મળી કુલ કિં રૂ.૧,૧૨,૧૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે રેઇડ દરમ્યાન અન્ય એક શખ્સ અજયસિંહ બળવંતસિંહ ઝાલા રહે. મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.