હળવદમાં ખાણ ખનીજના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી કાઇમ બ્રાંચે ઝડપી પાડયો
મોરબી: હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને મોરબી કાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના એ પાર્ટ ઇપીકો ક-૧૨૦બી ૩૭૯,૧૧૪ તથા MMRD એકટ કલમ-૪ (એ) ૨૧ મુજબના ગુનામાં સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપી હાલ જુના પીપળી ગામ ચામુંડાના માતાજીના મંદિર પાસે હોવાની ચોકકસ અને ભરોસા પાત્ર બાતમી મળેલ હોય જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે અટક કરવાના આરોપી હસમુખભાઇ કાનજીભાઇ પારેધી ઉવ-૪૪ રહે. જુના પીપળી ગામ તા.જી.મોરબી વાળાને હસ્તગત કરેલ છે.