વાવાઝોડાને પગલે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે મોરબી ફાયર ટીમ પણ સંપૂર્ણ સજ્જ છે. એમાંય તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ઈમરજન્સી રેસક્યુ વાન મોરબીને ફાળવવામાં આવી છે જેનાથી મોરબી ફાયર ટીમ વધુ મજબૂત બની છે.
આ બાબતે મોરબી નગરપાલિકા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાને પગલે અમારા ૧૫ લોકોની ટીમ હંમેશા તૈયાર છે.
સરકાર દ્વારા હાલ ફાળવેલું ઈમરજન્સી રેસક્યુ વાન હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિકલ વગેરે જેવા અનેક સાધનોથી સજ્જ છે. ઉપરાંત આકસ્મિક સંજોગો માટે કટીંગ ટૂલ્સ, સ્પ્રેડિંગ ટુલ્સ અને દરિયા કે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એક HDPV બોટ પણ ઉપલબ્ધ છે.
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ...