માળીયા: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે આજે ફાધર્સ ડે નિમિતે વડીલોને સાંજનું ભોજન કરાવવામાં આવ્યું.
જેમાં ગાંઠિયા મોત્યા લાડુ સાથે ત્યાંજ ગરમા ગરમ ખીચડી શાકનું ભોજન તે સંસ્થાના સમય મુજબ જમાડવામાં આવશે આ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાના માર્ગદર્શન મુજબ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. ટી સી ફૂલતરિયા અને સભ્ય લા. પ્રાણજીવન ભાઈ રંગપડીયા આ પ્રોજક્ટમાં હાજર રહ્યા અને વડીલોના આશીર્વાદ લીધા અને સેવાકીય પ્રવૃત્તિ કરી પુણ્ય મેળવ્યું.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...