Saturday, May 17, 2025

મોરબીના અણીયારી ગામે સરપંચનો પુત્ર મૂળભૂત અધિકારોથી વંચિત રાખતો હોવાની રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના અણીયારી ગામે મહિલા સરપંચનો પુત્ર જાતે જ વહીવટ કરતો હોય અને મનફાવે તેમ મનમાની ચાલવતો હોય અને પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારો સાથે છેળછાળ કરતો હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે.

મોરબીના અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુંભાઈ ગડેશિયાએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે કે, અણીયારી ગામે મહિલા સરપંચ હોય પણ તેમનો દીકરો જ પંચાયતના તમામ કામો જાતે જ કરે છે. તેઓ પછાત વર્ગના હોય સરપંચનો પુત્ર રોષ રાખી મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી વંચિત રાખતો હોવાનો આક્ષેપ કર્યો છે. સરપંચનો પુત્ર તેમના વિસ્તારોમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર, ૧૦૦ વારના પ્લોટ સહિતની સુવિધા બાબતે અન્યાય કરી રજુઆત કરીએ ત્યારે કાર્યવાહી કરવાને બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરે છે. આ સુવિધા ન આપીને ઉલટાનો તે ધમકી આપી દમદાટી આપતો હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ મૂળભૂત અધિકારો આપવાની માંગ કરી છે. તેમજ સરપંચના પુત્ર ઉપર કાર્યવાહી કરી મૂળભૂત અધિકારો ન અપાઈ તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર