હળવદ: હળવદ હરીદર્શન હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ડુબી જતાં મધ્યપ્રદેશના યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મજુરી કરી હરીદર્શન હોટલ પાછળ રહેતા દિપકભાઈ રમેશભાઈ માનકર ઉ.વ.૨૩ વાળો હરીદર્શન હોટલ પાછળ નર્મદા કેનાલમાં પાણીના ચાલું પ્રવાહમાં ન્હાવા પડતાં અકસ્માતે પગ લપસી જતાં પાણીમાં ડુબી જતાં દીપકભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
