Saturday, May 17, 2025

નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યોગ દિવસની ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. સમગ્ર વિશ્વમાં યોગ અને ધ્યાનની જાગૃતિના ભાગરૂપે આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

યોગાભ્યાસમાં શ્વસન, મુદ્રાઓ અને ધ્યાન યોગ જેવી શારીરિક વ્યાયામનો સમાવેશ થાય છે જે લોકોના જીવનમાં સંતુલન અને આધ્યાત્મિક વૃદ્ધિ સાથે તણાવ, હતાશા અને ભય તેમજ બિમારીઓને ઘટાડવામાં મદદ કરે છે.

કંપનીના કર્મચારીઓના માનસિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઇનર ટાઇલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ માટે જાણીતી નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓને ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા સદગુરુ દ્વારા રચાયેલ ધ્યાન યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સીઓઓ, ડાયરેક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર