Saturday, May 17, 2025

મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વ યોગદિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિન નિમિતે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી,તમામ શાળાઓ, મહાશાળાઓમાં રંગે ચંગે યોગ કરવામાં આવ્યા,યોગ પાસે મનુષ્ય માટે સંપૂર્ણ સઁદેશ છે યોગ પાસે માનવ શરીર માટે સંદેશ છે, પોગ પાસે માનવ મન માટે સઁદેશ છે, યોગ પાસે માનવ આત્મા માટે સંદેશ છે,એવા ભાવ સાથે એ સૂત્રને સાર્થક કરવા માટે મોરબી જિલ્લામાં PMSHRI યોજના માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળામાં વિશ્વ યોગદિનની ઉજવણીના ભાગરૂપે સવારમાં ધો.બાલવાટિકા થી ધો. 5 ની વિદ્યાર્થીનીઓએ યોગ પ્રાણાયામ અને બપોરની પાળીમાં ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓ માટે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા પ્લેકાર્ડ બનાવવા વગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી.

જેમાં ધો.6 થી 8 ની 150 જેટલી બળાઓએ હોંશભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો.સમગ્ર સ્પર્ધા સફળ બનાવવામાં દિનેશભાઈ હિરજીભાઈ સાવરિયા જયેશભાઈ અગ્રાવત,ચાંદનીબેન સાંણજા,નિલમબેન ચૌહાણ વગેરે શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી,યોગ દિવસની વિવિધતા સભર ઉજવણી કરવા બદલ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે શાળા પરિવારને અભિનંદન અને ધન્યવાદ પાઠવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર