Sunday, May 11, 2025

મોરબીમાં પીતા-પુત્રને છ શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં યુવકના દિકરાને એક શખ્સના દિકરા સાથે સ્કુલમાં બોલાચાલી થયેલ હોય જે બાબતેનો ખાર રાખી છ શખ્સોએ યુવકના ઘરે આવી યુવક તથા તેના પુત્રને લોખંડના પાઇપ વડે માર મારી તેમજ યુવકની પત્ની ગાળો આપી તેની સાથે ઝપાઝપી કરી યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી સબ જેલની સામે આવેલ વણકરવાસ શેરી નં -૧મા રહેતા પ્રવિણભાઇ મોહનભાઈ પરમાર ઉ.વ.૪૦ વાળાએ આરોપી કાળુભાઇ ગોવિંદભાઈ પરમાર, ગોરધનભાઈ ગોવિંદભાઈ પરમાર, ઈશ્વરભાઈ ગોરધનભાઈ પરમાર, જગાભાઈ (ઈશ્વરભાઈનો ભાઈ), અશ્વિનભાઈ (જગા નો ફાળો) તથા વિનુભાઈ રહે. બધા વણકરવાસ સબ જેલ સામે, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૬-૨૦૨૩ ના રોજ બપોરના બે-અઢી વાગ્યાના અરસામાં ફરિયાદીના દિકરાને આરોપી કાળુભાઇના દિકરા સાથે સ્કુલમા બોલા-ચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરિયાદીના ઘર પાસે આવી આરોપી કાળુભાઇએ ફરિયાદીને ગાલ ઉપર એક ઝાપટ મારી તથા આરોપી ઈશ્વરભાઈએ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરિયાદીને ડાબા પગમા મારી મુઢં ઈજા કરી તથા ફરિયાદીના દિકરા સાવન ઉ.વ.૧૭ નાને પાઈપનો એક ઘા ડાબા ખંભા ઉપર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી ગોરધનભાઈ,જગાભાઈ, અશ્વિનભાઈ તથા વિનુભાઈએ ફરિયાદી તથા તેની પત્નીને ભુંડા બોલી,ગાળો આપી, ઝપાઝપી કરી તથા ફરિયાદીને ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવક પ્રવિણભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર