Monday, June 1, 2026

મોરબીમાં ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ એમ્પાયર ૩૬ કોમ્પલેક્ષના બીજા માળે ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા સુભાષભાઈ હસમુખભાઇ પટેલ (ઉ.વ.૩૩)એ મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ એમ્પાયર ૩૬ કોમ્પલેક્ષના બીજા માળે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં ગેરકાયદેસર રીતે વેંચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ. ૧૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુભાષભાઈને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img