મોરબી: સરદારધામ – અમદાવાદ એવમ્ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોરબી સ૨દા૨ધામ “પાટીદાર કરીઅર એકેડેમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષા માટે નિ: શુલ્ક તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર થનાર ગુજરાત વહિવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ર પ્રાથમિક પરીક્ષા માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૦૫-૦૭-૨૦૨૩ સુધીમાં www.patidarcareeracademy.org પર અરજી કરવાની રહેશે. How to apply ( Batch>GPSC Class-1 & 2 Prelims batch 2023-24 )
અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ પરીક્ષાના મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમજ દિકરીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામા આવેલ છે.
(૧૦) છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ ની રૂબરૂ મુલાકાતમાં ઉપસ્થીત થયા હોય
(૧૧) જે ઉમેદવારો અંતીમ ર વર્ષમાં UPSC PRELIMS પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય
(૧૨) તેજસ્વી અને જમીન વિહોણા ખેત-મજુરની દિકરીઓને પ્રવેશ પરીક્ષા મેરીટમાં છુટછાટ મળવા પાત્ર રહેશે. પ્રવેશ પરીક્ષા બાદ આપવામાં આવશે.
નોંધ : કેટેગરી ક્રમાંક ૬ થી ૯ અને ૧૨ માં સમાવેશ ઉમેદવારને પ્રવેશ કમીટીની મંજુરીથી વાર્ષિક આવક વગેરે બાબતો તપાસી પ્રવેશ આપવામાં આવશે.
નોંધ : એડમીશન સમયે ૫૧૦૦/- ડીપોઝીટ તરીકે લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓની હાજરી ૮૦% થી વધારે હશે તેઓને સંપુર્ણ ડીપોઝીટ પરત કરવામાં આવશે.
જ્યારે પ્રવેશ પરીક્ષા એવમ્ આયોજન અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર આપેલ છે. તેમજ પ્રવેશ પરીક્ષા અંદાજીત તા. ૧૦/૦૭/૨૦૨૩ જ્યારે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય રોડ, ન્યુ બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આવશે.
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.