Monday, May 5, 2025

મોરબીની મયુર ડેરીની ઓફિસમાંથી રોકડ તથા ચાંદીના સિક્કા સહિત ત્રણ લાખથી વધુની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્રી મોરબી જીલ્લા મહિલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમેટેડ (મયુર ડેરી) ની ઓફીસમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ રોકડ રકમ રૂ.૨,૯૫,૨૬૩ તથા ચાંદીના સિક્કા નંગ -૧૧ જેની કિંમત રૂ.૨૭૫૦૦ મળી કુલ કિં રૂ.૩,૨૨,૭૬૩ ની ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં -૩૦૧ માં રહેતા અને મોરબી જીલ્લા મહિલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમેટેડ (મયુર ડેરી)ના ઈનચાર્જ મેનેજીંગ ડાયરેકટર તેજશભાઈ ભુપેન્દ્રભાઈ સોની (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૬-૨૦૨૩ ના રોજ અજાણ્યા ચોર ઈસમએ ફરીયાદીની શ્રી મોરબી જીલ્લા મહીલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ (મયુર ડેરી) મા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઓફીસમા કબાટના લોક તોડી તેમા રાખેલ રોકડા રૂ,૨,૯૫, ૨૬૩/-તથા ચાંદીના સીક્કા નંગ-૧૧ જેની કુલ કિ રૂ,૨૭૫૦૦/-એમ કુલ રૂ ૩,૨૨,૭૬૩/-ની ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર તેજશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૩૮૦, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર