મોરબીમાં યુવકને મહીલા સહિત બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના ઉમીયાનગર શક્તિ ચેમ્બર્સ પાછળ જાહેર શેરીમાં યુવક પોતાની રીક્ષા લઈને નિકળતા શેરીમાં પડેલ લાકડા બાબતે સામાવાળાને સમજાવવા જતા મહીલા અને તેના પતીએ યુવકને માર માર્યો હોવાની ભોગ બનનાર યુવકની પત્નીએ આરોપી દંપતી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયાનગર શક્તિ ચેમ્બર્સની પાછળ રહેતા રવિનાબેન લલિતભાઈ રાઠોડ ઉ.વ.૩૧ વાળાએ આરોપી અનીતાબેન જેસીંગભાઈ સોલંકી તથા જેસીંગભાઈ ભીમાભાઇ સોલંકી રહે બંને ઉમીયાનગર શક્તિ ચેમ્બર્સની પાછળ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૬-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાનાં અરસામાં ફરીયાદીના પતિ પોતાની રીક્ષા લાઇને નિકળતા શેરીમા પડેલ લાકડા બાબતે સામાવાળાને સમજાવતા જતા સામાવાળા અનિતાબેન જેસીંગભાઇ સોલંકીએ ફરીયાદીના પતિને ઉસ્કેરાય જઇને ગાળો આપી ઢીકા પાટુનો મારમારી તથા ડાબા પગના પંજાના ભાગે પત્થર મારેલ તથા ફરીયાદીને જેસીંગભાઇ સોલંકીએ એકદમ ઉસ્કેરાય જઇ ફરીયાદીને નાકના ભાગે પત્થર મારી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે રવિનાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪,૩૩૭,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.