Tuesday, May 13, 2025

માળીયા ફાટક ચાર રસ્તા ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠે માળિયા ફાટક ચાર રસ્તા ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરમા પ્રભુકૃપા રેસીડેન્સી શુભ પેલેસ બ્લોક નં -૨૦૩ માં રહેતા ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ હિંગળાજીયા ઉ.વ.૩૯ વાળાએ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-GJ-03-BW-8778 નાં ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૬-૨૦૨૩ ના રોજ આરોપી એ પોતાનો ટાટા કંપનીનો ટ્રક રજીસ્ટર નં. GJ-03- BW-8778 વાળો પુ૨ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને ફરીયાદીના પિતાજી મનસુખભાઇ ઉ.વ.૬૫ વાળાના પેશન મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-11-AA-4403 ના વાળાને સાઇડેથી ટક્કર મારી અડફેટેમાં લઇ છાતીના, માથાના તથા ગળાના ભાગે ગંભીર પ્રકારની ઇજા કરી મોત નિપજાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર