Tuesday, May 13, 2025

હળવદ: ટ્રકમાં લોડ કરેલ માલ-સામાન બારોબાર વહેંચી નાખતા ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ નેશનલ હાઇવે રોડ ઉપર સુસવાવ ગામની સીમ ઈનોવીન મેટલ્સ એલ.એલ.પી. નામના કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યામાં ટ્રક ચાલક પોતાના આર્થિક ફાયદા સારૂં ટ્રકમાંથી લોખંડના સળીયા કાઢી ટ્રક નિયત જગ્યાએ નહીં પોહચાડી ટ્રક માલીક તથા માલ મંગાવનાર પાર્ટી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર ટ્રક માલિકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના સામખિયારી જંગી રોડ ઓમ બંગ્લોઝ સોસાયટી મકાન નં -૨૩ માં રહેતા ચેતનકુમાર જગદીશભાઇ પટેલ (ઉ.વ.૪૨)એ આરોપી સ્વરૂપારામ અમરારામ રહે. ખારીયાકીટ ભાનપુરા રાજસ્થાનવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૬-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ પોતાના માલીકીની ટ્રક ટ્રેઇલર નંબર-GJ-12-BY-2094 માં સામખીયારી ખાતે આવેલ ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લીમીટેડ નામના કારખાનામાંથી અલગ અલગ સાઇઝના લોખંડના સીલ બંધ સળીયા ૩૯.૪૨૦ મેટ્રીક ટન કી.રૂ.૨૦,૩૯,૫૩૧/- નો માલ ભરાવી આ કામના આરોપી ડ્રાઇવર મારફતે સામખીયારીથી રવાના કરી સુરત સંગીની એસોસીએટ કારખાનામાં ખાલી કરવા રવાના કરેલ હોય જે આરોપી ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરે નિયત જગ્યાએ માલ નહી પહોચાડી અને રસ્તામાં પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ ટ્રેઇલરમાં ભરેલ લોખંડના સીલ બંધ સળીયાના બન્ડલમાંથી લોખંડના સળીયાની ભારીઓ નંગ-૦૨ જેનો વજન આશરે ૧૫૦ કીલો કી.રૂ. ૮,૨૫૦/- ના સળીયા કાઢી આર્થીક લાભ મેળવી ફરીયાદીના તમામ સળીયા ભરેલ ટ્રકને નિયત જગ્યાએ નહી પહોચાડી ફરીયાદી તથા માલ મંગાવનાર પાર્ટી સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર ચૂતનકુમારે આરોપી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૭ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર