Tuesday, May 13, 2025

રક્ષક જ બન્યા ભક્ષક: બ્લેકમેઇલ કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે વિરુદ્ધ ફરિયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં રક્ષકો જ હવે ભક્ષક બન્યા છે ત્યારે પ્રજા જાય ક્યાં? મોરબીમાં યુવતી અગાઉ એક શખ્સ સાથે ફ્રેન્ડશીપમા હોય પરંતુ હવે ફ્રેન્ડશીપમા રહેવા માંગતા ન હોય જેનું મનદુઃખ રાખી એક શખ્સે ફ્રેન્ડશીપમાં હોય ત્યારે વાત થયેલ વિડીયો કોલના ફોટાના સ્ક્રીન શોટ પાડી તથા ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફસ વાયરલ કરી તેમજ અન્ય આરોપી પોલીસ કોન્સ્ટેબલે યુવતીના ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફસ ઈન્સ્ટાગ્રામમા ફેક આઇડી બનાવી યુવતીની બહેનને મોકલી યુવતીને તેની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરી તથા યુવતીના કુંટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ હળવદના વતની અને હાલ મોરબીના સામા કાંઠે ગોપાલ સોસાયટીમાં રહેતી એક યુવતી એ આરોપી સંદિપ વાસુદેવભાઇ હડીયલ રહે. ચરાડવા તા.હળવદ તથા હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ આમર્ડ પોલીસ કોન્સ્ટેબલ રહે. હળવદ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સન ૨૦૧૬ થી આજદીન સુધી ફરીયાદીની અગાઉ આરોપીઓ સાથે ફ્રેન્ડશીપમાં હોય જે દરમ્યાન ફરીયાદી તથા આરોપીઓ સાથે શેર કરેલ ફોટા તેમજ ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે થયેલ વીડીયો કોલના આરોપીઓએ ફરીયાદીની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડીંગ કરી લઇ ફરીયાદી આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા ન માંગતા હોય જેનુ મનદુખ રાખી આરોપી સંદિપ વાસુદેવભાઇએ ફરીયાદીના ન્યુડ વિડીયો તથા ફોટોગ્રાફસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ પોલીસ કોન્સ્ટેબલએ memom54011 યુઝર નેમ( ડીસ્પ્લે નેમ ) ken vellyવાળા નામથી ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી. બનાવી ફરીયાદીના બહેનને ફરીયાદીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી ફરીયાદીને તેની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરી ફરીયાદી તથા ફરીયાદીના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ ૪૬૯, ૫૦૭ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬ સી, ઇ, ૬૭, ૬૭-એ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર