મોરબી: ગઈ કાલ તા. ૦૧-૦૭-૨૦૨૩ ને શનીવાર ના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા શ્રી વિશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો દ્રિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી. અને તપસ્વીઓ, દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો પ્રોત્સાહિત કરવા માટે શેઠ પ્રવીણભાઈ રવિચંદભાઈ અમદાવાદી તથા ભાવનાબેન પ્રવિણભાઈ અમદાવાદી પરીવાર તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે સરસ્વતી સન્માન સમારોહ પુર્ણ થયા બાદ સમસ્ત મોરબી સુખડીયા જ્ઞાતી દ્વારા ભોજન કરી છુટા પડ્યા હતા.
