મોરબી તાલુકાના વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટી ઝડપાઇ
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ મનિષ વે-બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.
મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ મનિષ વે બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ તોડી ચોરી કરવાની કોશિષ થયેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૪૫૭, ૪૬૧, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદરહુ ગુનો શોધી કાઢવા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને સંયુકતમા મળેલ ખાનગીરાહે બાતમીના આધારે આજે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે જેતપર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસેથી ચોરીની કોશિષ કરનાર ત્રિપુટી સુનિલ છગનભાઇ પરમાર ઉ.વ.ર૧, અનિલ છગનભાઇ પરમાર ઉ.વ ૧૯, જીતેન્દ્ર ગોવિદભાઇ જાદવ ઉ.વ.૧૯ રહે. ત્રણેય હાલ-લેંચસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે, રહે, નેવાડી, જેન્ડીમાલ ફળીયુ, જી.બડવાની, મધ્યપ્રદેશવાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા એ.ટી.એમ. તોડવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જી જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
