Monday, July 7, 2025

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની દિકરી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેરેડી ગામે સાસરે હોય અને હાલ તેના સાસરીયા પક્ષ વાળા રાજકોટ રહેતા હોય જ્યાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી સોસાયટી શેરી નં -૪ બાપા સીતારામ મઢુલી પાસે રહેતા ભુમીકાબેન જતીનભાઈ ધામેચા (ઉ.વ.૨૬) એ આરોપી જતીનભાઇ દીપકભાઇ ધામેચા (પતિ), પ્રેમલભાઇ દીપકભાઇ ધામેચા (દિયર)રહે બંને-રાજકોટ પ્રીયદર્શન સોસાયટી શેરી નંબર-૬ ૪૦ નો રોડ ઓમનગર સર્કલ રાજકોટ મુળ રહે-ખરેડી તા-કાલાવડ જી-જામનગર તથા દીપકભાઇ અમરસીભાઇ ધામેચા (સસરા), દક્ષાબેન દીપકભાઇ ધામેચા (સાસુ),રહે-ખરેડી તા-કાલાવડ જી-જામનગર તથા ભાવેશભાઇ જતીનભાઇ પરમાર (મામાજી) રહે-રાજકોટ મોટા મૌવા કાલાવડ રોડ રાજકૉટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૧૨-૨૦૨૨ ના દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીને અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તથા તુ કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી મારકુટ કરી તેમજ ખોટી ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર ભુમિકાબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર