ટંકારાના ઓટાળા ગામે ફેક્ટ્રીમા ગરમ પાણી વડે શરીરે દાજી જતા યુવકનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે કલ્યાણી ટેક્ષ ટાઇલ્સ નામની ફેકટ્રીમા શરીરે ગરમી ઉડતા દાજી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ કલ્યાણી ટેક્ષ ટાઇલ્સ ઈન્ડસ્ટ્રીયલમા રહેતા અર્જુનબહાદુર માનબહાદુર થાપામગર ઉ.વ.૨૧ વાળો કલ્યાણી ટેક્ષ ટાઈલ્સ નામની ફેકટ્રીમા કામ કરતો હોય ત્યારે ડાઈંગ મશીનનો વાલ્વ ખોલવાનુ ભુલી જતા અને ડાઈંગ મશીનનુ ઢાકણૂ ખોલતા અંદર થી મટિરિયલ્શ વાળુ ઉકળતા પાણી શરીરે ઉડતા દાજી જતા તા-૨૪/૦૬/૨૦૨૩ ના રોજ ખાનગી હોસ્પીટલમા દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમ્યાન તા-૦૨/૦૭/૨૦૨૩ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.