અત્યાર સુધી ના ૨૩ કેમ્પમાં કુલ ૭૪૨૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું
મોરબી: સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૩ મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૨ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૧૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
પ્રવર્તમાન માસનો કેમ્પ ડી.કે.પટેલ (રંગોલી લેમિનેટ્સ- હ.કાંતિભાઈ) પરિવાર ના સહયોગથી યોજવામા આવેલ હતો. આ તકે કાંતભાઈ પટેલ, સંજયભાઈ ભોજાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૨ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૭૧૨૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૩૧૬૧ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૩૦૨ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૧૦ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની,ભરતભાઈ મીરાણી, મુકુંદભાઈ મીરાણી, રમણીકલાલ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮ ૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક...
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...