મોરબી: મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવુ લાગી રહ્યું મોરબીમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસ ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર ભૂંગરા બટેટાની લારી ધરાવતા યુવકે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં વ્યાજખોર અને જામીન પડેલા શખ્સે યુવકનું અપહરણ કરવા કોશિશ કરી યુવકને છરીના ઘા ઝીકી દિધા હતાં. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં જાણે લુખ્ખા તત્વોને ખાખીનો ખૌફ ન હોય તેવી રીતે રેઢીયાર સાંઢની માફક ફરી રહ્યા છે હજી ગઈ કાલના રોજ મોરબીમાં ફુટવેરના વેપારીએ પૈસા માંગતા એક ઈસમે વેપારીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે આજે મોરબીના રવાપર રોડ ઉપર ૐકાર હાઈટ્સ ફ્લેટમાં રહેતા અને રવાપર રેસિડેન્સીના ગેઇટ પાસે ભૂંગરા બટેટાની લારી ધરાવતા નીલ ભરતભાઈ વસાણીએ શનાળા રહેતા આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા પાસેથી તેના મિત્ર જયરાજ ઉર્ફે જીગો ગોગરાને વચ્ચે રાખી નવેક મહિના પહેલા રૂપિયા ૩ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હોય જે તાત્કાલિક પરત આપવા અથવા વધુ વ્યાજ ચૂકવવા બન્ને દબાણ કરતા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે ફરિયાદી નીલ ભરતભાઈ વસાણી તેના પિતા સાથે ભૂંગરા બટેટાની લારીએ હતો ત્યારે આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા આવ્યા હતા અને વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી મારામારી કરી હતી અને આરોપી જીગો ઉર્ફે જયરાજ ગોગરાએ છરી વડે નીલ ભરતભાઈ વસની ઉપર હુમલો કરતા તેના પિતા સહિતના લોકો વચ્ચે છોડવવા જતા નીલને પરાણે સ્કોર્પિયોમાં બેસાડવા કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નીલ વસાણીએ આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૭,૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને ગુજરાત નાણાં ધીરધારની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...