મોરબી તાલુકાની શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળાના શિક્ષક ઊંજીયા જીતેન્દ્રભાઈ શિક્ષક તરીકેના સેવાકાર્યમાંથી નિવૃત થયા છે અને તૃપ્તિબેન ગૌસ્વામી આંતરિક બદલીથી અન્ય શાળામાં ગયા હોય જેથી વિદાય સમારોહ ઉંચી માંડલ શાળાના આંગણે યોજાયો હતો ગામના સરપંચ રવિરાજસિંહની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો જે પ્રસંગે શાળાના શિક્ષકો, ગ્રામજનો, ભૂતપૂર્વ શીક્સકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય અને રવિભાઈ દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું શાળાના ભૂતપૂર્વ શિક્ષક રમેશચંદ્ર ઝાલરીયાનું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સાલ ઓઢાડી સોનલબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શાળાના સ્ટાફ મિત્રો તરફથી ઉપહાર ભેટ આપવામાં આવી હતી
શાળાના આચાર્ય અને સરપંચે શુભેચ્છા પ્રવર્ચન આપ્યું હતું અને વિદાય લેતા શિક્ષકો પણ પોતાનું વક્તવ્ય આપતી વેળાએ ભાવુક બન્યા હતા જે પ્રસંગે વિદ્યાર્થીનીઓએ અભિનય ગીત રજુ ર્ક્યા હતા અને વિદાય ગીત ગાઈને લાગણીસભર વિદાય આપી હતી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ફૂલતરીયા પ્રજ્ઞાબેને કરી હતી
