રક્તદાન શિબિરનો શુભારંભ સ્વામિનારાયણ, સંસ્કારધામના, મોરબીના સંતોશ્રી શાસ્ત્રી જગતપ્રસાદસ્વામી તથા પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીએ કરાવેલ. આ રક્તદાન કેમ્પમાં ખાખરેચી ઉપરાંત વેજલપર, અણિયારી, કુંભારિયા વગેરે ગામના ૬૫ યુવા રક્તદાતાઓએ રક્તદાન કરેલ. કાર્યક્રમના સહયોગી દાતાઓ તરફથી રકતદાતાઓને કલમી આંબાના રોપા અને રક્ષણ માટે લાકડાના પીંજરા આપી સન્માનિત કરાયા.
હાઇસ્કૂલના કંમ્પાઉન્ડમાં સ્વામિનારાયણના સંતો તથા આગેવાનોના હસ્તે કરંજ, કદંબ, પીપળ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ.
ખાખરેચી તથા આજુબાજુના ગ્રામજનોને ૫૦૦ રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે તે માટે સંતો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને પર્યાવરણને બચાવવા હાકલ કરેલ. અને સ્થળ પર સંતો, દાતાઓ, કાર્યકર્તાઓ, પર્યાવરણ પ્રેમીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટના કાર્યકરો તથા ડૉ. મનુભાઈ કૈલાએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. આગામી દિવસોમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ દ્વારા અન્ય ગામોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...