જનતા એ ભરપુર સહયોગ આપી કચરાનાં ફોટાઓ મોકલી આપ્યાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં??
મોરબી: મોરબીમાં નવા આવેલા ચીફ ઓફિસરે એક whatsapp નંબર જાહેર કરી તે નંબર ઉપર ગંદકી ના ફોટા મોકલો તેવી શહેરીજનોને અપીલ કરી 24 કલાકમાં ગંદકી અને કચરો સાફ કરવાના બણગા ફૂંક્યા હતા ગંદકીથી ખદબદતા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી લોકોએ ગંદકીની એક હજારથી વધુ ફરિયાદ સાથે ફોટા મોકલતા 24 કલાક તો શું આજે ત્રણ દિવસ થયા છતાં નિવારણ આવી શક્યું નથી! કદાચ નવા આવેલા ચીફ ઓફિસરને મોરબીની સાચી પરિસ્થિતિથી વાકેફ નહીં હોય માટે તાનમાં આવીને આવી જાહેરાત કરી દીધી હશે?
આમ તો મોરબી શહેરમાં સ્વચ્છતા કરતા ઉકરડા વધુ છે આ આજકાલની સમસ્યા નથી આ સમસ્યા વર્ષોથી મોરબીની પ્રજા ભોગવી રહી છે અંતરીયાળ વિસ્તાર તો ઠીક મોરબીના એક પણ મુખ્ય રસ્તા પર ગંદવાળ ના હોય તેવી શક્યતાઓ નથી! થોડાક વરસાદમાં જ ગારો કીચડ તેમજ ભ્રષ્ટાચાર થી બનેલા રોડ રસ્તા પર તોતિંગ ગાબડાઓ અને ભુગર્ભ ગટરના ગંદા પાણી મુખ્ય રસ્તા પર છવાયેલા રહેવાએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય બની ગયું છે
ત્રણ દિવસ પહેલા મોરબી નગરપાલિકાએ મોરબીની જાહેર જનતા જોગ એક whatsapp નંબર જાહેર કરી પ્રજા પાસેથી ગંદકી અને કચરાના ના ફોટા મોકલવાની અપીલ કરી હતી જેથી આવી ઓનલાઇન અરજીઓ પરથી તાત્કાલિક એક્શન લઈને સાફ-સફાઈ કરી શકાય મળતી માહિતી મુજબ મોરબીના લોકોએ ટૂંકા ગાળામાં જ 1000 થી વધુ અલગ અલગ વિસ્તારના ગંદકી અને કચરાના ઢગલાઓનાં ફોટાઓ whatsapp નંબર પર મોકલી દેતા પાલિકા પોતાનાંજ અભિયાનના ભારણમા દટાઈ ગયું છે! ત્રણ દિવસમાં મોટાભાગના વિસ્તારો હજુ ગંદકીથી ખદબધી રહ્યા છે મોટા ઉપાડે કરાયેલી પાલિકાની જાહેરાત બાદ પ્રશાસનને હવે સાચી વાસ્તવિકતા નું ભાન થયું હશે કેમકે આટલી સમસ્યા 24 કલાકમાં કેવી રીતે નિકાલ કરી શકાય? આમ પણ ત્રસ્ત પ્રજા નીભર તંત્ર પાસે લાંબી અપેક્ષા રાખી રહી નથી 24 કલાક નહીં પણ બે પાંચ દિવસમાં પણ ગંદકીનો નિકાલ કરે અને ફરીથી તે વિસ્તારમાં ગંદકી નો જમાવડો ના થાય તેનું ધ્યાન ઈમાનદારી થી પાલિકા તંત્ર રાખે તો પણ મોરબીની પ્રજા માટે ઘણું બધું કર્યા બરાબર છે હાલ તો મોરબી નગરપાલિકાનું કચરો ઉપાડો અભિયાનનું સુરસુરિયું થઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે મોરબી નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન અવસ્થા માંથી હવે ક્યારે જાગશે તે હવે જોવું રહ્યું
