મોરબીના વાલ્મિકીવાસમાં યુવક પર ત્રણ શખ્સોનો તલવાર વડે હુમલો
મોરબી: મોરબી સબ જેલ સામે વાલ્મિકીવાસમાં હસમુખભાઇ એક શખ્સને મોટરસાયકલ ચલાવવા બાબતે સમજાવવા જતા એક શખ્સે અન્ય બે શખ્સોને બોલાવી ત્રણ શખ્સો ભેગામળી ગાળાગાળી કરી મારામારી કરતા હોય તે વખતે યુવક તેઓને છુટા પડાવવા વચ્ચે પડતાં યુવક પર ત્રણે શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સબ જેલ સામે વાલ્મિકીવાસમાં રહેતા અજયભાઇ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી અતુલભાઈ ગેલાભાઈ ઝાલા, આદર્શભાઈ અતુલભાઈ ઝાલા, પપ્પુભાઈ અતુલભાઈ ઝાલા રહે બધા સબ જેલ સામે વાલ્મિકીવાસ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૭-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે હસમુખભાઇનાઓ મોટરસાયકલ લઇને પોતાના કામ પર જતા હોય તે વખતે આરોપી આદર્શભાઈનાને મોટરસાયકલ ચલાવવા બાબતે સમજાવતા આરોપી આદર્શભાઈએ આરોપી અતુલભાઈ અને આદર્શભાઈને સાથે બોલાવી લાવી આરોપી ત્રણેય જણાએ ભેગા મળી સાહેદ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી મુંઢમાર મારતા હોય તે વખતે ફરીયાદી તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા આરોપી અતુલભાઈ એ તલવાર વડે હાથના ભાગે તથા આરોપી આદર્શભાઈએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે ઘા મારી ફરીયાદીને ઇજા કરી આરોપી અતુલભાઈ, આદર્શભાઈએ અને પપ્પુભાઈનાએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ભુંડી ગાળો બોલી મુંઢમાર મારી નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર યુવક અજયભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
