મોરબીના સોખડા ગામે ગ્રામ પંચાયતના સભ્યને એક શખ્સ માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામે ગ્રામ પંચાયતના સભ્ય ગામના વિકાસ માટે કચેરીઓમાં અરજી કરતા હોય જે ગામ લોકોને પસંદ ન હોય જેનો ખાર રાખી ગ્રામ પંચાયતના સભ્યને એક શખ્સે જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી બેફામ ગાળો આપી ઝપાઝપી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ગ્રામ પંચાયતના સભ્યે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા (સામાજિક કાર્યકર અને સોખડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન) રમેશભાઈ ખીમાભાઇ મકવાણા (ઉ.વ.૫૪) એ આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ બાલસરા રહે. કીશનગઢ (સોખડા) તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૭-૨૦૨૩ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી ગ્રામ પંચાયતમા સભ્ય હોય અને ગામના વિકાસ માટે કચેરીઓમા અરજી કરતા હોય જે ગામ લોકોને પંસદ ન હોય જેનો ખાર રાખી આ કામના આરોપી કિશોરભાઇ દેવદાનભાઇ બાલસરા વાળાએ ફરીને “તુ વારંવાર અરજી કરે છે અરજી કરવાનુ બંધ કરી દેજે ઢેઢા”તેમ કહી, જાહેરમા જ્ઞાતિ પ્રત્યે હળધુત કરી બેફામ ગાળો આપી, ઝપાઝપી કરતા શરીરે સામન્ય મુઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સોખડા ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૩૨૩,૫૦૪ એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫-એ), ૩(૧)(આર)(એસ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.