હજુ ચોમાસાની દસ્તક દીધી છે ત્યાં ઉખડવા લાગ્યો. ભારે વરસાદમાં શું હાલત થશે..?
ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ઘણા સમયથી બંધ હોવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હાલમાં જે કામ થયું છે તેમા પણ લોટ પાણીને લાકડા જોવા મળ્યા. હજુ આ રોડ પુર્ણ થયો નથી ત્યાં ગાબડાં પડી રહ્યા છે ત્યારે લોકો એક જ પ્રશ્ન કરતા જોવા મળી રહ્યાં છે કે શું ૧૦ કરોડ મંજુર થયા છે છતા આવું જ કામ કરશે..?
આ રોડ ચાલું કરાવવામાં ખુદ ટંકારા- પડધરીના વિસ્તારનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ પ્રભુલાલ કામરીયા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર હતાં
