હળવદ વિસ્તારમાં ખનીજચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીનો સ્ટાફ કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમા એ પાર્ટ ૦૧૭૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટની કલમ-૪(એ),૨૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિપુલ અમરશીભાઇ રાઠોડ રહે. જુના ધનાળા તા.હળવદ જી.મોરબી વાળો હળવદ સરાનાકા નજીક ઉભેલ હોવાની બાતમીના આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર નાસતો ફરતો આરોપી વિપુલ અમરશીભાઇ રાઠોડ ઉ.વ.૩૨ રહે. જુના ધનાળા તા.હળવદ જી.મોરબી વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવા આવેલ છે.