મોરબી: આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ મેળવે એટલું જ પૂરતું નથી પણ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરે એ ખુબજ જરૂરી છે, પ્રવર્તમાન સમયમાં સારા પ્લામ્બરની જરૂર છે, સારા કડીયાની જરૂર છે, સારા રસોયાની પણ જરૂર છે,સારા સંગીતકાર,ગાયક,વક્તા આવા બધા જ વ્યવસાયકારો ખુબજ સારૂં કમાય છે.
ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ધો.6 થી 8 માં વૉકેશનલ ટ્રેનિંગની વ્યવસાયલક્ષી શિક્ષણની જોગવાઈ કરેલ છે ત્યારે બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના બાળકો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાળકોએ ચણા ચાટ, પાણી પુરી,ભેલ, ભુગરા બટેટા , વેજીટેબલ સેન્ડવીચ,મિની પિઝા વગેરે વાનગી બનાવવામાં તમામ બાળકોએ ભાગ લીધો તે બદલ તમામ વિદ્યાર્થીઓને કિરણભાઈ કાચરોલા આચાર્ય તેમજ તમામ શિક્ષકોએ ખુબ ખુબ ધન્યવાદ પાઠવ્યા હતા.
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...
ટંકારા તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતા નબળાભાઈ નવલભાઈ કટારા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા...