મોરબીના GIDC રોડ પર સગીરાની છેડતી કરનાર આધેડે વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો
મોરબી: મોરબીના જી.આઈ.ડી.સી. રોડ બ્લડબેંક પાસે રોડ ઉપર વિદ્યાર્થીની સ્કુલે જતી હોય ત્યારે આધેડ વયના શખ્સે સગીરાની છેડતી કરી હોવાની ભોગ બનનાર સગીરાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી એક સગીરાએ આરોપી ઓધવજીભાઈ બાબુભાઈ ઉભડીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૭-૨૦૨૩ ના રોજ સવારના સમયે ફરીયાદી તથા સાહેદ સ્કુલ/કોલેજ જતી હોય તે દરમ્યાન આરોપીએ પીછો કરી પાછળથી આવી ફરીયાદી સાથે અનિસ્તિત ચેસ્ટાકરી જાતીય હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૫૪(એ), ૩૫૪(ડી), તથા જાતીય સામે બાળકોને રક્ષણ આપતો અધિ.(પોક્સો એક્ટ) ૨૦૧૨ ની કલમ ૭,૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.