Wednesday, May 14, 2025

મોરબીના ટીંબડી બસ સ્ટેન્ડ નજીક બે ભાઈઓને એક શખ્સે મારમાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા ટીંબડી બસ સ્ટેન્ડ નજીક રોનક ટ્રાન્સપોર્ટ સામે એક શખ્સે મોટરસાયકલ પર જતા બે ભાઈઓને ઉભા રાખી પૈસાની માંગણી કરી બોલાચાલી કરી ગાળો આપી બંને ભાઈઓને લોખંડી ચાવી મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામે રહેતા ચેતનકુમાર ચંદુભાઈ પરમાર (ઉ.વ.૨૬) એ આરોપી મહમદઅકતરભાઈ ઉર્ફે રાજા મહમદહબીબભાઈ શેખ રહે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ મહેન્દ્રનગર ચોકડી તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૭-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ કરશનભાઇ એમ બન્ને મોટરસાયકલ લઇને જતા હોય ત્યારે ટીંબડી બસસ્ટેન્ડ થી આગળ રોનક ટ્રાન્સપોર્ટ સામે આરોપી મહમદઅકતર ઉર્ફે રાજા મહમદહબીબ શેખએ ઉભા રાખી કરશનભાઇએ આરોપીના હાથ ઉછીના લીધેલ પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતા પણ પૈસાની માંગણી કરી બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીના ભાઇ કરશનભાઇને લોખંડની ચાવી વડે માથામાં માર મારેલ તેમજ ફરીયાદીને છોડાવા વચ્ચે પડતા ફરીયાદીની ડાબી આંખમા લોખંડની ચાવીનો એક ઘા મારી આંખની દ્રષ્ટી ગુમાવી દઇ તેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ચેતનકુમારે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર