મોરબીની કબીર ટેકરી નજીક ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર
મોરબી: મોરબી કબીર ટેકરી રામદેવપીરના મંદિર પાછળ શેરી નં -૫ વોકળાના કાઠે જાહેરમાં ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી કબીર ટેકરી રામદેવપીરના મંદિર પાછળ શેરી નં -૫ વોકળાના કાઠે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કુલ કિં રૂ.૧૫,૮૪૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે.મોરબી વાધપરા શેરી નં -૧૦ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.