Tuesday, May 13, 2025

ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, સાવડી, નેસડા(ખા), નેકનામ દ્વારા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી ઘરોમાં તેમજ જે તે સ્થળો પર ભરાયેલ પાણી દૂર કરવામાં આવ્યા હતા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગો અટકાવા માટે મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે જીલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી. વી. બાવરવા ની સૂચના મુજબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. જી. બાવરવા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષ.કે ના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણ ની ધનિષ્ટ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તા.૧૦/૦૭/૨૦૨૩ થી ૨૦/૦૭/૨૦૨૩ સુધી ઝુંબેશ ના સ્વરૂપમાં કરવાની છે જે અંતર્ગત આજરોજ ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કર્મચારી દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવુતિ ઝુંબેશ સ્વરૂપ હાથ ધરેલ છે.

 ફિલ્ડ આરોગ્ય કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેશ ડેફિનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમૂના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસણી કરી.

પોરાનાશક કામગીરી કરેલ હતી નકામા પાણીના પાત્રો ખાલી કારવેલા હતા જેથી ઘરો અંદર તેમજ બહાર જે સ્થળોએ પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દૂર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગરી કરવામાં આવી હતી.

 વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું પાણીના પાત્રો ઢાંકીને રાખવા,અઠવાડિક ઘસીને સાફ કરવા માટે જનજાગૃતી કરવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર