Tuesday, May 13, 2025

મોરબીની માધાપરવાડી કુમાર શાળાના બાલવાટિકાના બાળકોને સરપંચ દ્વારા સ્કૂલબેગ અર્પણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,માધાપર ઓ.જી.ગ્રામ પંચાયતના સરપંચ ડો.ગણેશભાઈ નકુમ દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે.

ત્યારે આ વર્ષે સરપંચ ડો. ગણેશભાઈ નકુમે માધાપરવાડી પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર 40 જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે.ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા તેમજ શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર પ્રકટ કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર