મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે સસ્પેન્સન રદ કરી ત્વરિત ચાર્જ સોંપવામાં આવે તેવી અણીયારી ગામના ગ્રામજનોએ માંગણી કરી ડિડીઓ ને રજુઆત કરી છે.
અણીયારી ગામના ગ્રામજનો દ્વારા ડિડીઓને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે અણીયારી ગામના તમામ નાગરીકોને સોસીયલ મીડીયા મારફતે અમારા ગામના સરપંચને સસ્પેન્સ કરેલ છે તેવી માહિતી મળેલ છે. હાલ અમારા સરપંચ કંચનબેન દુર્લભજીભાઇ વરસડાએ ગત ગ્રામપંચાયત ચુટણીમા ઉમેદવારી કરતા જે મહિલા ઉમેદવાર હોય મહિલાઓને સમાજમાં આગવુ સ્થાન તેમજ પ્રોત્સાહન મળે તેમજ ગામ લોકોએ સમરસતાથી તેમજ ગામના સાથ સહકારથી બિનહરીફ ચુંટેલ આજ સંપ તેમજ ગામની સમરસતા જાળવવામા સરપંચનું આગવુ યોગદાન હોય તમામ ગામના નાગરિકો તેમજ જ્ઞાતિજનોને યોગ્ય ન્યાય મળે તેવા તમામ પ્રયત્નો હોય જેને અનુસંધાને હાલ જે ત્રણ પ્લોટ સરકાર મારફત ફાળવેલ છે.
પરંતુ હજુ પણ પ્લોટ ખાલી છે જે જરૂરિયાત મંદ નાગરિકોને વધુ લાભ આપીશકવાના હેતુથી તે પ્લોટનું દબાણ દુર કરી અને વધુમા વધુ પ્લોટ ફાળવણી થાય તે હેતુથી તેમજ હાલ ત્રણ પ્લોટ ફાળવીયે તો ગામનું વાતાવરણ તંગ બને તેમ હોય તેથી દબાણ દુર કરી વધુ પ્લોટ સાથે ફાળવવા લોકોની માંગણી હોય અને ગામનું વાતાવરણ બગડે નહીં આજ હેતુથી આ ત્રણ પ્લોટ હાલના ફાળવવા માટે ગામના મતના રૂએ સરપંચે સનદમા સહી કરેલ નથી અમારૂ ગામ એ આઝાદી વખતથી સમરસ થાતુ ગામ છે તેમા વિવીધ જ્ઞાતિના લોકો રહે છે જે તમામ ને ન્યાય મળે તે ગામના સરપંચની પ્રાથમીકતા હોય છે. પરંતુ હાલ જ્ઞાતિવાદી ગામ બહારના લોકો દ્વારા વારંવાર અમુક જ્ઞાતિને ઉશ્કેરી ગામની શાંતિ ભંગ કરવાની તેમજ તેનું રાજકારણ સાચુ કરવના પ્રયત્ન થાય છે જેના પરિણામે અગાઉ પણ સરપંચ પુત્ર વિરુદ્ધ ખોટી અરજીઓ થતી આવી છે, જેને અમો ગામ લોકો રદીયો આપીએ છીએ. અને હાલ અમારા સરપંચને સસ્પેન્સ કરેલ છે. તેઓને ત્વરિત ચાર્જ સોંપી અને સસ્પેન્સન રદ્દ કરવા અમારી ગામજનોની પ્રબળ માંગણી છે. જો સરપંચનું સસ્પેન્સન રદ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ગાંધીચીંધીયા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
