મોરબી: મોરબી સી.જી.એસ.ટી વિભાગે લેક્સેસ ગ્રેનાઈટમા તપાસ હાથ ધરી હતી જે તપાસમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીસી. જી.એસ.ટી વિભાગે લેક્સેસ ગ્રેનાઈટમા કાર્યવાહી હાથ ધરી જમા ત્રણ દિવસ તપાસ ચાલી હતી. જે તપાસમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરી બહાર આવી છે. જેમાં અંડર બિલિંગ અને બિલ વગર માલ નાં માલનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું. જે મામલે સી જી એસ ટી વિભાગે કંપનીના બે ડિરેક્ટર અને એક એકાઉન્ટન્ટ સામે મોરબી કોર્ટમાં સી જી એસ ટી વિભાગે કેસ કર્યો છે. જે કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં કોર્ટે ત્રણેયનાં જામીન અંગે સુનવણી કરી અને આવતીકાલે જામીન મામલે ચુકાદો સંભળાવશે જેમાં આરોપીના નામ હિતેશ બાબુભાઈ દેત્રોજા અને અનિલ બાબુભાઈ દેત્રોજા બંને કંપનીના ડિરેક્ટર છે તો રાજેશ રણછોડભાઈ દેત્રોજા એકાઉન્ટ છે જે ત્રણેયને સી જી એસ ટી વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે તેમજ વધુ કરચોરી તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ કાર્યવાહી દરમ્યાન સીરામીક ઉદ્યોગપતિઓ અને અને સીરામીક એસોસિયેશનના પ્રમુખ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...