મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીની મદીના સોસાયટીમાં ફારુકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીની મદીના સોસાયટીમાં ફારુકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો આસીફભાઈ હાજીભાઈ વાધેર રહે. વીસીપરા સરકારી વાડી વિસ્તાર ઉજાલા ડેરી પાસે મોરબી તથા ફિરોજભાઈ હાજીભાઈ લંધા રહે. રણછોડનગર લાયન્સ સ્કુલ પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૨૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.