Monday, May 12, 2025

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર હનુમાનજી મંદિર ખાતે બાળકોને બટુક ભોજન કરાવ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.

મોરબી: લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક સેવાના પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ ગુરૂવારના પવિત્ર એકાદશીના રોજ નવલખી રોડ ઉપરના રણછોડ નગર ખાતે આવેલ સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિર ના પટાંગણમાં રણછોડ નગર વિસ્તારના બાળકોને અને પરિવારના આશરે ૩૫૦/- નાનામોટાને સાંજનું ભોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સૌજન્યથી તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર ના સહયોગથી કરાવવામાં આવ્યું.

આ તકે ઉપસ્થિત મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી લા. ટી.સી. ફુલતરીયા ખજાનચી લા. મણિલાલ કાવર, લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા, લા. મહાદેવભાઈ ચીખલીયા, લા. મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ લા નાનજી ભાઈ મોરડીયા મંદિરના મહંત બાબુભાઈએ બાળકોને તેમજ દરેકને હરિહરની હાકલ કરી પ્રથમ દરેક દેવોને લાયન્સ ક્લબના પ્રમુખ અને લાયન્સ સભ્યો અને મહંત બાબુભાઈના હસ્તે થાળ ધરાવી હનુમાનજી મંદિરનાં પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવેલ તેમ મંત્રી ટી.સી. ફુલતરીયા એ જણાવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર